Sundha MATA

110/harekrishna complex,opp apsara aradhana cinema , kankria, Ahmedabad, 380022
Sundha MATA Sundha MATA is one of the popular Religious Organization located in 110/harekrishna complex,opp apsara aradhana cinema , kankria ,Ahmedabad listed under Church/religious organization in Ahmedabad , Religious Organization in Ahmedabad ,

Contact Details & Working Hours

More about Sundha MATA

સુન્ધા માતાનું મંદિર શિખરના એક ભોંયરામાં છે. મંદિરના કમ્પાઉન્ડમાં વિશાળ ત્રિશૂળનો સ્તંભ ભક્તોમાં અનેરું આકર્ષણ જમાવે છે. બે એકર જમીનમાં પથરાયેલ વિશાળ તળાવ પથ્થરોથી બાંધેલ છે.

રાજસ્થાન રાજ્યનો મારવાડ નામે ઓળખાતો પ્રદેશ વર્તમાન તબક્કે ઝાલોર જિલ્લાના નામે પ્રસિદ્ધ છે. ભિનમાલ નામના શહેરથી માત્ર ૨૦ કિ.મી. તથા રાણીવાડી નામના ગામથી તદ્દન નજીર આવેલા સુન્ધા પર્વત ઉપર બિરાજેલા સુન્ધા માતાનું તીર્થધામ શ્રદ્ધાળુ લોકો માટે આરાધ્ય દેવી સમાન તો છે જ, તેમજ પ્રત્યેક સંકટોમાં તેઓ અવશ્ય મદદ કરે છે, મનોરથ સિદ્ધિની સાથે સદાય રક્ષણ કરે છે. નાના-મોટા ચૌદ જેટલા પર્વતોના ઝૂંડમાં બિરાજેલું આ સ્થળ ખૂબ જ નયનરમ્ય જણાય છે.પર્વતોના ઝૂંડમાં સુન્ધા માતાનાં બેસણાં થવાથી તે સુન્ધા પર્વતથી લોકો જાણે છે. આ પર્વત તળેટીની સપાટી ૩૫૦૦ ફૂટ જેટલી ઊંચાઇ ધરાવે છે. તમામ પર્વતોમાં સુન્ધા નામનો પર્વત મુખ્ય મનાય છે.

તળેટીમાંથી અસંખ્ય પર્વતોની હારમાળા શરૂ થાય છે. નીચે બંને સાઇડના પર્વતોની સાથે મુખ્ય પર્વત સુન્ધા માતા તરફ જવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક રોપ-વેની વ્યવસ્થા છે. આવન-જાવનની વ્યક્તિ દીઠ રૂ. ૭૦ લેવામાં આવે છે. સુન્ધા પર્વતનો કેટલોક ભાગ તોડીને ત્યાં જવા માટે પથ્થરના સુંદર અને થાક ન લાગે તે માટે પગથિયાં તથા વિશ્રામ માટેના પથ્થરોની બેઠકો તથા મેદાનની વ્યવસ્થાની કાળજી રાખવામાં આવી છે.

સુન્ધા માતાનું ઉદભવ સ્વરૂપ આમ તો મા ચામુંડાનું અસલી તથા મૂળ સ્થળ મનાયું છે. મારવાડ પ્રદેશના લોકોનાં આરાધ્ય દેવી તેમજ કુળદેવી તથા સદાય સહાય કરનારી માતા તરીકે પૂજનીય છે. સૌરાષ્ટ્રમાં ઝાલાવાડમાં આવેલા ચોટીલા ડુંગરમાં બિરાજતાં ચામુંડા તેમજ આ રીતે ભાવનગર જિલ્લાના મહુવા શહેરથી તદ્દન નજીક આવેલા ઊંચા-નીચા કોટડા નામના ગામડાના સમુદ્ર કિનારે ભેખડ ઉપર બિરાજતા ચામુંડાની સમકક્ષ ગણના મા સુન્ધા દેવી ગણાય છે.

સુન્ધા માતાના માર્ગમાં પર્વતોની વિશાળ અને ઊંડી ખીણોમાંથી તથા નાની-મોટી નદીઓ તથા ઝરણાનો મધુર ખળખળ અવાજ શ્રદ્ધાળુઓના મનને આકર્ષણ સાથે આનંદ આપે છે. પર્વતોની બંને સાઇડના માર્ગો પગથિયા બનાવવા માટે અંદાજે ૧૦ થી ૩૦ ફૂટ જેટલા વિશાળ કદના પથ્થરોનો નજારો અદભૂત છે.

સુન્ધા માતાના મંદિરના માર્ગની મધ્યમાં જમણી સાઇડમાં એક ફેણ ચઢાવીને બઠેલા નાગના આકારની દીવાલમાં નવ દુગૉમાનું સ્થાનક આવેલું છે. સુન્ધા માતાનું મંદિર શિખરના એક ભોંયરામાં છે. અન્ય મૂર્તિઓ પણ છે. માતાજીની મૂર્તિ પાસે સિક્કા નાખવાની તેમજ સ્પર્શ કરવાનો તથા ફોટો લેવાનો નિષેધ છે. આ જ ગુફામાં ચાંદીના થાળામાં ચાંદીના નાગ, ગળતી સાથેનું સિદ્ધ પાર્ષદ શિવલિંગ પણ છે. આ જગ્યામાં ચોવીસે કલાક સિક્યુરિટીની જડબેસલાક રક્ષણ માટેની વ્યવસ્થા છે. ગુફાને સાંકળતું આખુંય મંદિર રાજસ્થાનની પ્રસિદ્ધ નકશીનું સંપૂર્ણ આરસથી બનાવેલું છે.

સુન્ધા માતાના મંદિરના કમ્પાઉન્ડમાં સુવર્ણ રંગનું સુંદર તથા વિશાળ ત્રિશૂળનો સ્થંભ શ્રદ્ધાળુ ભક્ત સમુદાયને અને તેના કલાત્મક નયનરમ્ય બાંધકામના શિલ્પથી પ્રભાવિત કરીને તેની પાસે તેમનો યાદગાર ફોટો લેવાનું કદી ચૂકતા નથી. સુન્ધા મંદિરના મેદાનમાં નજીકમાં જ ભગવાન વિષ્ણુ તથા ગણેશજીના કલાત્મક બગીચાઓ-મંદિરો તથા આગમોની પણ નોંધ લેવી જ રહી.સુન્ધા માતાના મંદિરની અન્ય વિશેષતામાં થોડે દૂર પૂર્વ દિશામાં કલાત્મક તોરણ આકારના પ્રવેશ દ્વારમાંથી પસાર થયા બાદ બે એકરની જમીનમાં પથરાયેલું વિશાળ તળાવને ગુલાબી રંગના સુંદર નકશીમય પથ્થરોથી બાંધેલું છે. તેમાં પર્વતો તથા અન્ય ખીણોમાંથી ઝરતું શુદ્ધ પાણી સ્વયંભૂ આ તળાવમાં જમા થાય છે.

આ તળાવ નાનાં-મોટાં સુંદર ફૂલો તથા પોયણાઓ તથા મોટાભાગે અસંખ્ય લાલ કમળોથી સભર છે. આ તમામ ફૂલોનો દેવ-દેવીઓ માટે પૂજાની સામગ્રીમાં ઉપયોગ થાય છે. આ તળાવની પાછળના ભાગે ઉત્તર તથા પૂર્વ દિશામાં પ્રસિદ્ધિ માટે જાણીતા બે પર્વતો ઊભા છે જેની ખાસિયત તે પથ્થર વિનાના જ એક ધૂળનો તથા બીજો દરિયાની રેતી જેવો જણાય છે. તેની યાત્રિકો પ્રત્યક્ષ ત્યાં જઇને ખાતરી કર્યા બાદ કુદરતના કરિશ્માનો રોમાંચ સાથે અનુભવ માણે છે.
Sundha Mata temple is about 900 years old temple of Mother goddess situated on a hilltop called 'Sundha', located at Longitude 72.367°E and Latitude 24.833°N, in Jalore District of Rajasthan. It is 64 km from Mount Abu and 20 km from the town of Bhinmal.

Geography
At 1220 m height in the Aravalli ranges there on Sundha mountain is temple of goddesses Chamunda Devi, a very sacred place for devotees. It is 105 km from district headquarter and 35 km. from sub divisional Bhinmal. This place lies in Raniwara Teshil in the mid-east of Malwara to Jaswantpura Road near Dantlawas village.

Many tourists from Gujarat and Rajasthan visit it. The environment here is fresh and attractive. The waterfalls flow whole year and the hotel at the valley made in yellow sandstone of Jaisalmer attracts everyone.

Architecture
Sundha temple is made up of white marble, the pillars reminds the art of Abus’s Dilwara temple pillars. A very beautiful idol of goddess Chamunda is present under the huge stone. Here Chamunda’s head is worshipped. It is said that the trunk of mother Chamunda are established in Korta and legs in Sundarla Pal (Jalore). In front of mother Chamunda a BhurBhuva Swaweshwar Shivling is established. In the main temple duo idol of Shiva and Parvati Ganesh’s idol are considered very old and extinct.

History
In the temple premises there are three historically significant inscriptions that highlight the history of the region. First inscription is from AD 1262, which describes victory of Chauhans and downfall of Parmaras. The second inscription is from 1326, and the third one is from 1727.



Map of Sundha MATA