Bhojani Parivar

Prantij, 383210
Bhojani Parivar Bhojani Parivar is one of the popular Hindu Temple located in ,Prantij listed under Community organization in Prantij ,

Contact Details & Working Hours

More about Bhojani Parivar


Bhojani it is the cast covered in Patel ( Kutchch Kadva Patidar Samaj ).
Khedoi">સદગુરૂ પરમાત્મા ને અત:કરણપૂર્વક નમસ્કાર ભોજાણી પરિવાર વંશાવલીઓ ઈતિહાસ
=====================================

ઉત્તરભારત, બિહાર અને પંજાબ ના મૂળ વતની કર્ણાવત વત મુખ્ય એક જ શાખા પરિવાર કુર્મી ક્ષેત્રીય તરીકે ઓળખાતા હતા. આપણું ગોત્ર મૈત્રીય ઋષિ અને કાત્યાની દેવી તે વખત આપણી બીજીકોઈ શાખા હતી નહિ ફક્ત કર્ણાવત શાખે ઓળખાતા કાળ ક્રમે ફરતા ફરતા રાજસ્થાન, ભુદીકોટા અને જેસલમેર રાજ્યમાં પણ છુટક છુટક વસ્યા વરસાદી ખેંચ વર્તાતાં રાજસ્થાન છોડયું. વિકર્મ સંવંત ૨૦૧૨ ની સાલમાં ઉત્તરગુજરાત ના ઊંઝા ગામે વસ્તા તે પ્રથમ નામે ઓધવરામદાસ કરંડાવત હતું. ત્યાં અઢારપેઢીઓ થઇ પછી એક લાખદાસ પટેલ પોતાના નામ ઉપરથી લાડોલ(લાલડોલ) તા. વિજાપુર, જી. મહેસાણા વિક્રમસંવત ૧૧૧૫ માં લાડોલ વસાવ્યું ત્યાર પછી વિક્રમસંવત ૧૪૨૮ વેણીદાસ પટેલ ગીરમઠા ગામ અમદાવાદ પાસે વસાવ્યુ ત્યારપછી વિ.સં.૧૬૮૦ ગણેશ પટેલ એ સ્થળાંતર કરી શીકરા ગામ વશાવ્યું. કચ્છમાં ભચાઉ થી ૫ માઈલ ઉત્તરે આવેલછે જે કચ્છ માં પ્રથમ પગ શિકરા માં મુકેલ તેના વંશ માં ઉકાપટેલ થયા તે વિ.સ. ૧૬૮૭ માં કચ્છમાં ગઢશીશા ગામે વસ્યા ત્યારથી ઉકાપટેલ ના નામ પરથી ઉકાણી શાખ થઇ આ ઉકાબાપાને ત્રણ પુત્રો થયા.

(૧) રામજીબાપા (૨) દેવરામબાપા (૩) ભોજાબાપા
ઉપરોક્ત ત્રણેય પુત્રો માંથી રામજીબાપા ગઢશીશા રહ્યા દેવરામબાપા માંમાઈ મોરા આવ્યા અને ત્રીજા ભોજાબાપા તે કચ્છમાં ખેડોઇ આવ્યા. તે વિ.સં. ૧૭૬૦ ની સાલમાં ભોજાબાપા ઉપરથી ભોજાણી શાખ પડી. ત્યારબાદ ભોજાબાપાને ચાર પુત્રો થયા.

(૧) હરભમબાપા (૨) ખીમજીબાપા (૩) અખેબાપા (૪) પેથાબાપા.
પેથાબાપાનો ઈતિહાસ છ માસ ની ઉમરે ગોડીયામાંથી વાઘરી લોકો ઉપાડી ગયાને મારીનાખી ખાઈ ગયા. એજ રાતે વાઘરીઓ ને પરચો બતાવ્યો તે દિવસે અજવાળી તેરસ હતી. દાદાનો પરચો ચારે કોર સંભળાયો પરિવારે તે દિવસ ને દાદાનો દિવસ માન્યો ને એ દિવસ પુરતું દૂધ વલોવવું નહિ. ખીરના પ્રસાદ કરવો વિ.સં. ૧૭૬૧ ની સાલથી તેઓ સૂરધન તરીકે પૂજાય છે અને ઘેર ઘેર તેરસે દિવા થાય છે.

ભોજાબાપાના બીજા દીકરા ખીમજીબાપા થયા તેમના નામ થી ખીમાણી ની શાખ પડી, ખીમજીબાપાના બે દીકરા થયા ...

(૧) માવજીબાપા (૨) લાખાબાપા
તેથી લાખાબાપાના નામ પરથી લાખાણી શાખ શરૂ થઇ.

ખીમજીબાપાના પ્રથમ દિકરા માવજીબાપાને પુત્ર ભાણજીબાપા થયા તે ભાણજીબાપા ના પુત્ર શિવદાસ ઉર્ફે સોમાજીબાપા કહેવાયા તે ભાનજીબાપા, ખીમજીબાપા ના પોત્રા થાય તે સમયે કચ્છ માં દુકાળ પડવાથી ભાનજીબાપા કચ્છમાંથી કાઠીયાવાડ હાલાર પ્રદેશમાં ગામ પડધરી પાસે ગઢ આવ્યા ત્યાં ધીગાણામાં ગયોની વારે ચડ્યાને હણાય ત્યારે સાથે બ્રાહ્મણ પણ હતા બ્રાહ્મણને બચાવવા પોતે હણાયા ને ગઢ ગામમાં દેહ પડ્યો બ્રાહ્મણો દ્રારા ખેડોઇ ગામે જાણ કરાઇ પરિવાર જનો આવી દેહને ગઢથી ખેડોઇ લઇ આવ્યા અને ખાંભી ખેડોઇ ગામે પેથાદાદા ની પાસે રોપી ને તે શુરધન તરીકે પૂજાયા સંવત ૧૮૨૦ થી વંશવેલો વૃધ્ધી પામતો જાય છે અને

બંને શુરધન બાપા કુળદેવતા આજે ખેડોઇ ગામે બીરાજમાન છે આપણા કુળની રક્ષા કરવા હાજરાહજુર છે આપણે આ પરિવાર ના ફરજેદ છીએ અવશ્ય એમની રીત-રસમ પડીએ અને યાદ કરીએ દાદા હાજરા-હજુર છે.

પેથાદાદા ની જય.... ભાણજીદાદા ની જય... મૈત્રેય ઋષિ ની જય....

Map of Bhojani Parivar